You are here: જૈન દર્શનનો ઇતિહાસ / શ્રી ૧૦૮ તીર્થ

Hu Kon Chu

 
શ્રી ઓસિયા તીર્થ
(શ્રી મહાવીર ભગવાન)

જોધપુર-ફલોધિ મુખ્ય સડક માર્ગ પર આવેલું આ તીર્થ જોધપુર તેમ જ ફલોદીથી 65 કિ.મી. દૂર છે. ઓસવાળોની ઉત્પત્તિ સાથે આ ભવ્ય તીર્થનો ઈતિહાસ જોડાયેલો છે. ધર્મ , કલા અને ઈતિહાસ એમ ત્રણેય રીતે પ્રસિદ્ધ આ તીર્થ વિશ્વવિખ્યાત છે . વીર સંવત 70 માં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાતમા પટ્ટધર પૂ.આ. શ્રી રત્નપ્રભસૂરીશ્વરજી 500 શિષ્યો સાથે અહીં પધાર્યા હતા. અને રાજા ઉપલદેવ , મંત્રી ઉહડ અને અનેક રજપૂતોને ધર્મોપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા હતા. આ મહાવીર જિનાલય રાજા ઉપલદેવે બંધાવ્યું અને આ. શ્રી રત્નપ્રભસૂરિજી મ. તેની પ્રતિષ્ઠા કરી. આ ભવ્ય પ્રતિમા રાજા સપ્રતિ દ્વારા નિર્મિત છે. ઉહડ મંત્રીએ જ્યારે ઓસિયાનગર બંધાવ્યું ત્યારે ભૂગર્ભમાંથી આ પ્રતિમા પ્રગટ થઈ હતી. મંદિરનું પુનઃ નિર્માણ કરીને વિ.સં. 1017 માં શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. ઓસવાલ સમાજની પ્રત્યેક વ્યક્તિને માટે પોતાના ઉદભવની આ મહિમાવંતી ભૂમિ છે. શ્રી મહાવીર જિનાલયમાં શ્રી પુનિયાબાબાના નામથી પ્રખ્યાત ચમત્કારિક શ્રી અધિષ્ઠાયક દેવની પ્રતિમા નાગ-નાગણીના રૂપમાં બિરાજમાન છે. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની લગભગ 80 સે.મી. ઊંચી સુવર્ણ વર્ણની પદ્માસનસ્થ પ્રતિમા છે. તો અહીંનું ભગવાન મહાવીરનું મંદિર અને અન્ય મંદિરો એની ભવ્યતા , કલાત્મકતા , અને શિલ્પસૌદર્યને લીધે જાણીતાં છે. રંગમંડપના સ્તંભો , દીવાલો , ઘરનાં દ્રશ્યો તથા રંગમંડપનો બહાર આલેખાયેલા પ્રસંગો અત્યંત સજીવ છે તો મંદિરની ભમતીમાં આવેલા તોરણની કારીગરી અત્યંત આકર્ષક છે.

 
Back
જાહેરખબર

શ્રી શત્રુંજયતિર્થની ભાવયાત્રા

હેલીકોપ્ટર વ્યુથી શત્રુજય પર્વતની તિર્થ યાત્રાનો આનંદ માણો...

શ્રી સમવસરણ મહામંદિર

પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો. See more >>

બાળકો માટે વાર્તા

Sample image બાળકો માટે તેમના મિત્રની ગરજ પૂરી પાડતી સુંદર સાર ધરાવતી અને સંસ્કારોની ગુણવત્તા વધારતી બાળવાર્તાઓ ડાઉનલોડ કરવા ક્લીક કરો.

સંત સાગર

ભારત એ સંતોનો દેશ કહેવાય છે, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ વાતની સમજણ અને આપણે સાધારણ જીવનમાં અસાધારણ કેવી રીતે જીવવું, સંસારથી ધર્મ તરફ વળવા માટે આ સંતોના જીવનચરિત્ર વાંચી તમે જરૂર ધન્ય મહેસુસ કરશો.