Hu Kon Chu

શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (લછવાડ)

મુળનાયક :  શ્રી મહાવીર ભગવાન , શ્યામ વર્ણ , પદ્માસનસ્થ

તીર્થ મહિમા  : ક્ષત્રિયકુંડની તળેટીમાં કુંડઘાટથી 5 કિ.મી. , દૂર આવેલું શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનાં ચ્યવન , જન્મ અને દીક્ષા જેવા ત્રણ કલ્યાણકોની ભૂમિ હોવાથી એની પવિત્રતા અનેરી છે. વિ.સં. પૂર્વે 543 ના ચૈત્ર સુદ 13 સોમવારે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં બિહાર પ્રાંતનાં મુગેર જિલ્લામાં જમુઇ નગરીની પાવન ધરતી પર કુંડગ્રામમાં જગદોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. આ વિશેષ સ્થાને આજે લોકો જન્મ સ્થાન તરીકે ઓળખે છે. પોતાના જીવનકાળનાં 30 વર્ષ પ્રભુ મહાવીરે આ ભૂમિમાં ગાળ્યા છે.
પ્રભુ પ્રતિમા 2500 વર્ષ થી પણ વધુ પ્રાચીન છે. અહીં પ્રભુ વીરની પ્રાચીન પ્રસન્નચિત પ્રતિમા અતિ કલાત્મક અને દર્શનીય છે. હાલમાં ક્ષત્રિયકુંડ પહાડ પર આ એક જ મંદિર આવેલું છે. તળેટીમાં બે નાના મંદિર છે. એ સ્થાનોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થાનોના નામથી સંબોધિત કરવામાં આવેલ છે. અહીં રહેવાની તેમ જ ભોજનશાળાની સુવિધા ઉપલબ્ધ છે.

અંતર : આ તીર્થ લછુવાડથી 5 કિ.મી. , કાકંદી તીર્થથી 40 કિ.મી. , પાવાપુરીથી 95 કિ.મી. , રાજગૃહીથી 115 કિ.મી. ,
ભાગલપુરથી 135 કિ.મી. , પટનાથી 148 કિ.મી. , શિખરજીથી 193 કિ.મી.ના અંતરે આવેલ છે.

એડ્રેસ : શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી
મુ.પો. ક્ષત્રિયકુંડ તીર્થ , લછુઆડ , તાલુકો-િસકન્દરા , જિલ્લો-જમુઇ (િબહાર) પિન ઃ 811315.
ફોન ( 06345) 22361.
 
Back

શ્રી શત્રુંજયતિર્થની ભાવયાત્રા

હેલીકોપ્ટર વ્યુથી શત્રુજય પર્વતની તિર્થ યાત્રાનો આનંદ માણો...

શ્રી સમવસરણ મહામંદિર

પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો. See more >>

બાળકો માટે વાર્તા

Sample image બાળકો માટે તેમના મિત્રની ગરજ પૂરી પાડતી સુંદર સાર ધરાવતી અને સંસ્કારોની ગુણવત્તા વધારતી બાળવાર્તાઓ ડાઉનલોડ કરવા ક્લીક કરો.

સંત સાગર

ભારત એ સંતોનો દેશ કહેવાય છે, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ વાતની સમજણ અને આપણે સાધારણ જીવનમાં અસાધારણ કેવી રીતે જીવવું, સંસારથી ધર્મ તરફ વળવા માટે આ સંતોના જીવનચરિત્ર વાંચી તમે જરૂર ધન્ય મહેસુસ કરશો.