| શ્રી પિંડવાડા તીર્થ |
| મુળનાયક : શ્રી મહાવીર સ્વામી ભગવાન , શ્વેતવર્ણ , પદ્માસનસ્થ |
| તીર્થ મહિમા : આ મંદિરનું નિર્માણ કાર્ય અતિ સુંદર રીતે કરવામાં આવ્યું છે. કે જેથી ત્રણ દેરાસરોના સાથે દર્શન થાય છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર 800 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. અહીં પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિઓ છે. સાથે મંદિરમાં ગુપ્તકાલીન બિસનગઢ (વસંતગઢ)માંથી મળેલી ધાતુની પ્રાચીન પ્રતિમાઓનો સંગ્રહ જોવા જેવો છે. આ પ્રતિમાઓ 1200 થી 1300 વર્ષ પહેલાની છે. આ જિનાલય ઉપરાંત અહીં બીજા ચાર જિનમંદિર છે. અહીં રહેવાની વ્યવસ્થા નથી. |
| અંતર : આ તીર્થ સિરોહી રોડ રેલ્વે સ્ટેશનથી 10 કિ.મી. , નાણાથી 18 કિ.મી. , વીરવાડાથી 10 કિ.મી.ના અંતરે આવેલ છે. |
| એડ્રેસ : શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન શ્વે. પેઢી મેન રોડ , મુ.પો. પિંડવાડા , જિલ્લો - સિરોહી (રાજસ્થાન). પિન - 307022. ફોન ઃ ( 02971) 20028. |

માં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો.